કૈલાશનાથન્ હવે પુડુચેરીના ગવર્નર

Friday 02nd August 2024 05:07 EDT
 
 

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રીના પૂર્વ સલાહકાર કે. કૈલાશનાથનને પુડુચેરીના રાજ્યપાલ બનાવાયા છે. કૈલાશનાથનની સાથે સાથે જ લક્ષ્મીપ્રસાદ આચાર્યને આસામના ગવર્નર તરીકે તો રાજસ્થાનના ગુલાબચંદ કટારિયાને પંજાબના ગવર્નર બનાવાયા છે. રાષ્ટ્રપતિ ભવને જારી કરેલી યાદી મુજબ આચાર્યને મણિપુરના ગવર્નરનો વધારાનો હવાલો અપાયો છે. ઝારખંડના ગવર્નર સી.પી. રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના ગવર્નર તરીકેની નિમણૂક અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter