અમદાવાદઃ ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. થોડાક સમય પૂર્વે કોરોના પોઝિટિવ જાહેર થયેલા રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલની તબિયત લથડી છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહને હવે ફેફસાનું ઈંફેકશન થયું છે. તેઓ ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. શક્તિસિંહે જ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.
શક્તિસિંહ ગોહિલ બિહાર ચૂંટણી દરમિયાન સતત પ્રચારના કાર્યમાં વ્યસ્ત હતા અને તેને લીધે તેઓ આખાં બિહારમાં મહાગઠબંધનની રેલીઓનાં આયોજનને લઇને સેંકડો લોકોને મળતા રહ્યા હતા.
ગુજરાત બેઠકનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરતા સાંસદ શક્તિસિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે, હું કોરોના સંક્રમિત હતો. કોરોના પછી હવે કોમ્પ્લીકેશન છે. કોરોનાના કારણે ફેફસાંમાં ઇન્ફેકશન થયું છે એટલા માટે ડોક્ટરે મને મુલાકાતીઓ સાથે મળવાની ના પડી છે. એકદમ સ્વસ્થ થવાના થોડો સમય લાગશે. મારી ચિંતા નહીં કરતા તમારી શુભકામનાઓ મારી સાથે છે.