ગાંધીનગરઃ કોંગ્રેસ અને ‘પાસ’ના નેતાઓ વચ્ચે મળેલી મિટિંગે બંને વચ્ચેનાં મેચ ફિકસીંગને ખુલ્લુ પાડી દીધું છે. પૂર્વ આયોજીત સ્ક્રીપ્ટ મુજબ જ કોંગ્રેસ અને પાટીદાર સમાજ મોં છૂપાવવાની રમત રમી રહ્યા હતા. જે આજે ખુલ્લી પડી ગઇ છે. કોંગ્રેસ અને ‘પાસ’ એક સિક્કાની બે બાજુ છે એવું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, અમારી સરકારે સીટથી વધારે ન્યાયિક તપાસ પંચ નિમ્યું છે. રૂ. ૨૦ લાખની રકમ પરિવારોને ચૂકવાઇ છે. આર્થિક નિગમ અને આયોગની રચના કરાઇ છે. પાટીદારો સામેના કેસ પાછા ખેંચાયા છે. નોકરી આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ તમામ બાબતો કોંગ્રેસ અને પાસ વચ્ચેની બેઠકમાં પુનરોચ્ચારીત કરાઇ છે.


