કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્યોની હાઈ કોર્ટમાં અરજી

Wednesday 28th March 2018 08:16 EDT
 
 

અમદાવાદઃ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીષ ડેર, સાવરકુંડલાના ધારસભ્ય પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ નિર્ણય અધ્યક્ષની સત્તા બહારનો હોવાનો તેમજ આટલા લાંબા સમય સુધી કોઈને સસ્પેન્ડ ન કરી શકાય તેવો મુદ્દો રિટમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરવાના વિધાનસભાના અધ્યક્ષના આ નિર્ણયને હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીનો નિર્ણય નિયમ વિરુદ્ધ અને ગેરબંધારણીય હોવાની દલીલ સાથે કોર્ટની દાદ માગવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter