ગાંધીનગર: રાજ્ય સરકારની ખામીઓ, ત્રૂટીઓ વિધાનસભા ગૃહમાં જાહેર કરતા કોંગ્રેસના ૯ ધારાસભ્યને ગેંગસ્ટર રવિ પૂજારીએ મારી નાંખવા સહિત રૂ. ૧૦ કરોડની ખંડણી માગતા ધમકીભર્યા ફોન આવ્યા હોવાની અધ્યક્ષ રમણલાલ વોરાને કોંગ્રેસે સાતમીએ રજૂઆત કરી હતી. અગાઉ એકાદ વખત ફોન આવતાં સભ્યોએ આ વાતને હળવાશથી લીધી હતી, પણ પછી વારંવાર અને ગૃહની કામગીરી શરૂ હોઈ ફોન કે મેસેજ આવતાં વિધાનસભા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ગૃહમાં સાતમીએ મુદ્દો મૂક્યો હતો. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આરોપીઓને પકડવાની ખાતરી આપતાં અધ્યક્ષે આવા શખસો સામે કડક પગલાં ભરવાની તાકીદ કરી હતી. ગૃહ પ્રધાને કોંગ્રેસના સભ્યોને પોલીસ પ્રોટેકશન આપવાની પણ તૈયારી દર્શાવી હતી.
ધારાસભ્યોને અંડરવર્લ્ડની ધમકી
શક્તિસિંહ ગોહિલ, સી. કે. રાઉલ, ગોવા રબારી, ચંદ્રિકા બારૈયા, જીતુ ચૌધરી, અમિત ચાવડા, મહંમદ જાવેદ પીરજાદા, મેરામણ ગોર્યા, હીરા પટેલ.


