ગાંધીનગરઃ રાજ્યસભાની ત્રણ બેઠકોનું પરિણામ જાહેર થયાના બીજા જ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પક્ષના વ્હીપનો અનાદાર કરીને ભાજપના ઉમેદવારને મત આપતા શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આમાંથી ૬ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, પણ કોંગ્રેસનો વ્હિપ આ લોકોને પણ મળ્યો હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા છે.
પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ જે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે તેમાં શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, માણસાના અમિત ચૌધરી, સાણંદના કરમશી પટેલ, જસદણના ભોળાભાઇ ગોહિલ, જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, જામનગર-ઉત્તરના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોધરાના સી. કે. રાઉલજી, સિદ્ધપુરના પ્રહલાદ પટેલ, વિરમગામના ડો. તેજશ્રી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ અને વાંસદાના છના ચૌધરીનો સમાવેશ થાય છે.


