ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં તેમની સાથે થતી રમતોની ખુલ્લાદિલે ટેકેદારોને વાત કહેતા ૨૪મીએ જાહેર કર્યું હતું કે હું રાહુલ ગાંધીને મળ્યો અને મેં કીધું કે હું કોંગ્રેસ છોડવા માગતો નથી, પણ કોંગ્રેસીઓ એવા પ્રયાસ કરે છે કે હું કોંગ્રેસ છોડી દઉં. મેં તેમને દાખલા સાથે વાત કરતા તેમણે પણ સ્વીકાર્યું હતું કે મારી વાત સાચી છે. વાઘેલાએ સ્પષ્ટ કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું, પણ કોંગ્રેસીઓ હું કોંગ્રેસવાળાને હું કોંગ્રેસ છોડું તેમાં રસ છે. તેઓ મને કોંગ્રેસ છોડાવવા માગતા હોય તેવું મને લાગી રહ્યું છે.
વાઘેલાએ કહ્યું હતું કે રાજ્યપાલને મહેસાણાના મુદ્દે આવેદનપત્ર જવા માટે ચોવીસ કલાક પહેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મને ફોન કર્યો હતો, મેં હા પાડી હતી. રાજ્યપાલને આવેદનપત્ર આપવાની વાત નક્કી હતી, છતાં સહી લેવા બધાના નામ હતા, મારું નામ નહોતું. આવી રીતે વડોદરામાં ‘બાપુ મુખ્ય પ્રધાન’ તેવા બેનર લાગ્યા હતા. શંકરસિંહે કહ્યું મેં વડોદરા પોલીસ કમિશનરને ફોન કરીને કહ્યું, બધું શું ચાલે છે, કમિશનરે મને જવાબ આપ્યો હતો કે, બાપુ પોલીસનું કૂતરું તો કોંગ્રેસ ઓફિસ તરફ જાય છે. મેં કહ્યું તો રહેવા દ્યો. આપણે કોઠી નથી સૂંધવી. ઉપરાંત બેનરમાં મારો ફોટો નહીં તો મેં કહ્યું કે મારે તો ફોટો નથી જોઇતો, મારો ફોટો તમારા દિલમાં છે તે ઘણું. કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ બાપુનું સંમેનલ લાઈવ જોયું હતું.

