લંડનઃ વેસ્ટમિન્સ્ટરની સ્કૂલમાં A લેવલનો અભ્યાસ કરતી ૧૭ વર્ષીય મહેક વારાએ ભારતના ૭૦,૦૦૦ બાળકોને કોમ્પ્યુટરના ઉપયોગમાં મદદરૂપ થવા પોતાની ચેરિટીની રચના કરી હતી. તેણે વેસ્ટમિન્સ્ટર પહેલા લેંગ્લી ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ભારતની સરકારી સ્કૂલોમાં ખરાબ સુવિધાઓથી વ્યથિત થયેલી મહેકે કોડ કેમ્પ શરૂ કર્યો હતો.
મહેક કોમ્પ્યુટર અને મેથ્સ શીખવા માટે યુનિવર્સિટી જવા ઈચ્છે છે. તે જાણે છે કે પ્રોફેશનલ લાઈફ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામીંગનું જ્ઞાન જરૂરી અને મહત્ત્વનું કૌશલ્ય છે. એ તેથી તેણે ભારતમાં તે વિષય શીખવવા માટે પ્રોગ્રામ તૈયાર કર્યો છે. હોવાનું તેને હોવું
મહેકની ચેરિટીએ ગુજરાતની ૧,૮૦૦ સ્કૂલોને કોમ્પ્યુટર કોડીંગના લેસન્સ પૂરા પાડ્યા છે અને તે શ્રીલંકા અને અખાતી દેશોમાં પણ આ પ્રોગ્રામ શરૂ કરવા માગે છે. કોડ કેમ્પના વોલન્ટિયર્સની ટીમ સાથે મહેકે હજારો બાળકોને આ કોર્સ શીખવાડ્યો છે. હવે તે પ્રોગ્રામમાં વોલન્ટિયર્સની સંખ્યા વધારવાના હેતુથી બ્રિટિશ વિદ્યાર્થીઓ માટે ગેપ યર પ્રોગ્રામ તૈયાર કરી રહી છે.
મહેકે જણાવ્યું હતું,‘ હું માનું છું કે અહીં વિદ્યાર્થીઓને જેવી તક મળે છે તેવી ભારતમાં મળતી નથી તેથી મેં પ્રાથમિક ધોરણે ભારતની સરકારી સ્કૂલો માટે ચેરિટીની રચના કરી હતી. હું મૂળ ભારતની છું અને દર વર્ષે ભારત જઉં છું. ગયા વર્ષે મારે ક્રિસમસ અને ઈસ્ટરની લાંબી રજાઓ હતી તેથી મેં વધુ સમય ત્યાં ગાળ્યો હતો. મને સમજાયું કે ત્યાં કોમ્પ્યુટર શિક્ષણની જરૂર છે. ત્યાંની સ્કૂલોમાં કોમ્પ્યુટર્સ છે પરંતુ ઘણી ટેક્નીકલ મુશ્કેલીઓ છે.
પ્રેરણાદાયી મહેક વધુ છોકરીઓ STEM વિષયોમાં સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ પસંદ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા ઈવેન્ટ્સ યોજવા માગે છે.


