અમદાવાદઃ કોરોનાના ભયને કારણે પાસપોર્ટ અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ટુરિઝમ સેન્ટર બંધ હોવાથી પાસપોર્ટ અરજી ઓછી આવી રહી છે. અમદાવાદ પાસપોર્ટ ઓફિસ દ્વારા અમરેલી ભુજ, દાહોદ, જૂનાગઢ, નડિયાદ અને પોરબંદર પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરાયાં છે. નવા પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાનો કારણે અરજદારોને અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતા નથી. જોકે કોરોનાના ભયથી પાસપોર્ટની અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અમદાવાદની પાસપોર્ટ કચેરી દ્વારા લોકડાઉન દરમિયાન કરાયેલી અરજીઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. જોકે ટુરિઝમ સેન્ટર બંધ હોવાને કારણે પાસપોર્ટ અરજીઓ ઓછી આવી રહી છે.