કોરોનાના દર્દીઓનાં સેમ્પલ માટે અદ્યતન યુનિટ બનાવાયું

Wednesday 15th April 2020 06:45 EDT
 
 

વડોદરાઃ નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા કોરોના વાઈરસના દર્દીઓના સેમ્પલ માટે અદ્યતન યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે. આ યુનિટમાં એક કેબિનમાં બેસીને બહાર બેઠેલા દર્દીના સેમ્પલ તબીબ લઇ શકશે. જેથી તબીબો દર્દીના સીધા સંપર્કમાં આવ્યા વિના સેમ્પલની પ્રક્રિયા કરી શકશે. જેમાં તબીબો અને દર્દી વચ્ચે સંપર્ક નહીં થવાથી મેડિકલ સ્ટાફને કોરોના વાઈરસના ઇન્ફેક્શનથી બચાવી શકાશે. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા આ કોરોના વાઈરસ કલેક્શન યુનિટને સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં આપવામાં આવશે. આ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જેનાથી તબીબ કે નર્સિંગ સ્ટાફને સેમ્પલિંગ દરમિયાન ઇન્ફેક્શન લાગવાનો ખતરો નહીંવત થઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter