ગાંધીનગર: કોરોનાનો નવો વેરિયન્ટ XBB 1.16 ઘાતક નથી, વેળાસરના નિદાનથી મૃત્યુદર નહિવત્ હોવાનો દાવો ગુજરાતે કર્યો છે. કેન્દ્રીય આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના કેસો નિયંત્રણમાં છે. ઝડપી નિદાન થતાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર ત્રણ ટકા કરતાં પણ ઓછો છે. પ્રતિ મિલિયન કોરોના ટેસ્ટિંગમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.


