કોરોનામાં માતાપિતા ગુમાવનાર બાળકની કસ્ટડી દાદાને સોંપાઇ

Wednesday 01st September 2021 04:25 EDT
 
 

અમદાવાદઃ કોરોનાને ૪ વર્ષના વંશે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા તેની કસ્ટડી નાનાએ લીધી હતી. વંશની કસ્ટડી માટે દાદાએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટ દીકરાની કસ્ટડી તેના દાદાએ સોંપવા આદેશ કર્યો છે.
લંડનમાં રહેતા પ્રથમેશ પટેલ પત્ની જિગ્ના અને ૪ વર્ષના વંશ સાથે જાન્યુઆરી ૨૦૨૦માં માતા-પિતાને મળવા અમદાવાદ આવ્યા હતા. દરમિયાન પ્રથમેશને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં જિગ્નાને સંક્રમણ થતા દીકરાને તેમના પિયર મોકલી દીધો હતો. દરમિયાન જિગ્નાનું પણ અવસાન થયું હતું. આ પછી પ્રથમેશના પિતા પૌત્રને લેવા માટે ગયા ત્યારે તેની કસ્ટડી આપવાનો વેવાઇએ ઇનકાર કર્યો હતો. આથી દાદાએ હાઇ કોર્ટમાં અરજી કરતાં કોર્ટે ઠેરવ્યું હતું કે માતાપિતાના અવસાન બાદ બાળકની કસ્ટડી પર પહેલો અધિકારી દાદા-દાદીનો આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter