કોરોનામાંથી સાજા થયેલા શંકરસિંહ વાઘેલાની ‘અગેઇન્સ્ટ લીકર બેન ચેલેન્જ’

Monday 28th September 2020 06:25 EDT
 
 

ગાંધીનગર: પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા કોરોનાની બીમારીમાંથી સાજા થઈ ગયા છે અને રાજકીય કામકાજમાં રસ લેતા થયા છે. આમ તો છેલ્લા છ મહિનાથી ગુજરાતના રાજકારણમાં ખાસ કોઈ સ્થાન ન રહેતાં તેમણે સૌથી સસ્તો રસ્તો શોધી કાઢ્યો છે. તેમણે ગુજરાતમાંથી ‘દારૂબંધી હટાવો’ના નારા પોકારવા લાગ્યા છે, પરંતુ તેમને હજી કોઈના પણ ખૂલીને સમર્થન પ્રાપ્ત થયાં નથી. તેથી વાઘેલાએ સોશિયલ મીડિયા પર સમર્થન મેળવવા હેશટેગ સાથે ‘અગેઇન્ટ લીકર બેન ચેલેન્જ’માં જોડાવા લોકોને અપીલ કરી છે.
વાઘેલાએ પ્રજા શક્તિ મોરચો નામનું એક રાજકીય સંગઠન ઊભું કર્યું છે. આ સંગઠનને રાજકીય પક્ષ તરીકે પ્રસ્થાપિત કરી તેઓ વિધાનસભાની ચૂંટણી પણ લડવા માગે છે. તેમણે એવી જાહેરાત કરી છે કે, જો આવતા સમયમાં તેમની સરકાર બનશે તો રાજ્યમાંથી દારૂબંધી હટાવાશે અને લોકોને સારી ગુણવત્તાનો દારૂ પીવા મળશે. આ ઉપરાંત સરકારને દારૂના વેચાણના વેરામાંથી મળતી આવકમાંથી લોક કલ્યાણમાં કામો થશે.
દારૂબંધી ગુજરાતમાં ખૂબ સંવેદનશીલ વિષય હોવાથી હજુ સુધી આ સંકલ્પને જોઇએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. અગાઉ તેઓ ગાંધી અને સરદારના નામે ગુજરાતમાં દારૂબંધીનું પરાણે પાલન કરાવવાનું બંધ
કરવું જોઇએ એવું નિવેદન કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter