કોર્ટના અપમાન બદલ યતીન ઓઝાને દંડ

Tuesday 13th October 2020 10:26 EDT
 
 

અમદાવાદઃ હાઇ કોર્ટના પૂર્વ સિનિયર કાઉન્સિલર યતીન ઓઝાએ લોકડાઉનમાં ગુજરાત હાઇ કોર્ટની રજિસ્ટ્રી સામે સવાલો ઉઠાવ્યા હતા જેથી તેમની સામે જસ્ટિસ સોનિયા ગોકાણીએ સુઓમોટો કન્ટેમ્પટ પીટિશન કરી હતી. ન્યાયતંત્ર સામેના આક્ષેપો પુરવાર નહીં કરી શકતા ઓઝાએ કોર્ટની માફી માગી હતી. કોર્ટે માફીને ગ્રાહ્ય ન રાખતા કોર્ટની અવમાનના બદલ દોષિત ઠેરવ્યા હતા. ૭મી ઓક્ટોબરે સજાની સુનાવણીમાં કોર્ટે યતીન ઓઝાને રૂ. ૨ હજારનો દંડ અને કોર્ટ ઊઠતા સુધી બરતરફીની સજા ફટકારી હતી. જો સજા અને દંડ ન ભોગવે તો ૨ મહિનાની જેલનો આદેશ કોર્ટે કર્યો હતો. અપીલમાં જવા ઓઝાએ કોર્ટના હુકમ પર સ્ટે મેળવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter