કોર્ટના ઠપકા પછી નવાં નિયંત્રણો જાહેર

Thursday 15th April 2021 04:39 EDT
 
 

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલ તથા ઉચ્ચ અધિકારીઓએ સોમવારે સાંજે કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ માટે  મહત્ત્વની જાહેરાતો કરી હતી.

• લગ્ન: ૧૪ એપ્રિલથી ખુલ્લી કે બંધ જગ્યામાં લગ્ન પ્રસંગમાં ૫૦થી વધારે લોકો એકઠાં થઈ શકશે નહીં. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ યોજી શકાશે નહીં. • મરણ: મરણપ્રસંગે કે ઉત્તરક્રિયામાં પણ ૫૦ થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં.
• ઉજવણી: જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક મેળાવડા કે સત્કાર સમારોહ યોજી શકાશે નહીં. જાહેરમાં જન્મદિવસની ઉજવણી પર તત્કાળ અસરથી પ્રતિબંધ રહેશે.
• તહેવારો: એપ્રિલ તથા મે માસમાં આવતા તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ. ઘરમાં જ આસ્થા અનુસાર તહેવાર ઉજવવાનો રહેશે. • ઓફિસ: તમામ સરકારી, અર્ધ-સરકારી તથા દરેક પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી ૫૦ ટકા જ રાખવાની રહેશે. આવશ્યક સેવાઓ પર આ જોગવાઈ લાગુ નહીં રહે. • ધર્મસ્થાનો: રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો ૩૦ એપ્રિલ સુધી જાહેર જનતા માટે બંધ રહેશે. દૈનિક પૂજા-પ્રાર્થના સંચાલકો-પૂજારી દ્વારા મર્યાદિત લોકોની હાજરીમાં કરાશે.




to the free, weekly Gujarat Samachar email newsletter