કોલ સેન્ટરના કૌભાંડી સાગરની રોજની અંદાજિત આવક રૂ. નવ કરોડ હતી

Wednesday 19th October 2016 08:35 EDT
 
 

અમદાવાદઃ યુએસ સુધી ચકચારી બનેલા બોગસ કોલ સેન્ટરના અબજો રૂપિયાના કૌભાંડનો મુખ્ય આરોપી સાગર ઠાકર તેનાં મીરાં રોડ પરના કોલ સેન્ટર પર ક્રાઈમ બ્રાન્ચની રેડ વખતે રાતે જ તેની બહેન રીમા સાથે દુબઈ ભાગી જવાની વાતો વહેતી થઈ છે. પોલીસ મુજબ એના બધા સેન્ટરમાંથી એને રોજની અંદાજિત નવ કરોડ રૂપિયાની કમાણી હતી. આ કૌભાંડના પગલે ૧૧મીએ અમદાવાદના ૮૦ કોલ સેન્ટરને તાળાં વાગી ગયાં છે. થાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓએ અમદાવાદ આવીને અહીંની કોલ સેન્ટર ઈન્ડસ્ટ્રીના સત્તર મોટાં માથાંઓની પણ તમામ વિગતો ધ્યાને લઈને બધાને ઘોંસમાં લેવાની તૈયારીઓ શરૂ કરી છે. ઉપરાંત અમેરિકાની એફબીઆઇ સાથે ચર્ચા બાદ થાણે પોલીસે સાગરની તપાસ સહિત ૭૦ ઓપરેટરોની ધરપકડ કરી છે. એફબીઆઇની સાથે આ કેસની તપાસમાં યુએસ ટ્રેઝરી ઇન્સ્પેકટર જનરલ ફોર ટેકસ એડમિનિસ્ટ્રેશન પણ જોડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter