કોવિડ-૧૯ને કારણે ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ

Thursday 05th August 2021 06:19 EDT
 

ગાંધીનગરઃ કોવિડ-૧૯ મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતમાં ૯૨૮ બાળકો અનાથ થયા છે. જ્યારે આ મહમારીને કારણે ૩,૩૪૩ બાળકોને પિતાનું છત્ર ગુમાવવું પડ્યું છે. સરકારી સહાય માટે શરૂ થયેલા બાળ સ્વરાજ પોર્ટલ ઉપર ગુજરાતમાં અનાથ અને માતા અથવા પિતા બેઉમાંથી એક અર્થાત એક વાલી ગુમાવનાર શુન્યથી ૧૮ વર્ષ સુધીના ૪,૯૮૧ બાળકો નોંધાયા છે. કોરોનાકાળના ૧૬ મહિનામાં ૯૨૮ અનાથ સહિત કુલ ૪,૯૮૧ બાળકોમાંથી ૬૨૦ની માતાના પણ અવસાન થયા છે. સરકારે કોવિડ-૧૯ને કારણે અનાથ થયેલા બાળકો માટે ૧૮ વર્ષ સુધી મહિને રૂ.૪,૦૦૦ અને ત્યારબાદ ૨૧ વર્ષ સુધી મહિને રૂ.૬,૦૦૦ની સીધી સહાય આપવાનું આયોજન હાથ ધરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter