અમદાવાદઃ વિનય શાહના રૂ. ૨૬૦ કરોડના કૌભાંડ કેસમાં સીઆઇડી ક્રાઇમે તપાસ આદરી છે. મુખ્ય આરોપી વિનય અને તેનાં પત્ની ભાર્ગવી સામે લુકઆઉટ સરક્યુલર જારી કરાયો હતો. બીજી તરફ સીઆઇડી ક્રાઈમે ૨૦ કલાક સુધી હાથ ધરેલા ઓપરેશનમાં વિનય શાહના નિવાસેથી રૂ. ૪૨ લાખ, સોના-ચાંદીના દાગીના, કાર-ટુ વ્હીલર અને ઓફિસમાંથી ૩૨ કોમ્પ્યુટર સીપીયુ, લેપટોપ વગેરે ઉપરાંત મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા.

