ક્લાસ વન અને ટુના આશરે હજાર અધિકારીઓ મિલકતો જાહેર કરતા નથી

Wednesday 16th May 2018 07:06 EDT
 

અમદાવાદઃ સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા વર્ગ ૧ અન ૨ના ૧૦૦૦ જેટલા અધિકારીઓ પોતાન મિલકતો જાહેર કરતા નથી. દર વર્ષે સ્થાવર જંગમ મિલકતોની યાદી સરકારને આપવી પડતી હોય છે, પરંતુ પોતાની કરોડોની પ્રોપર્ટીની જાહેરાત તેઓ કરવા કરવા માગતા નથી. આવા અધિકારીઓ સામે નોટિસો કાઢી પગાર અટકાવવા સહિતની કાર્યવાહી કરાશે. હાલની ભાજપ સરકાર દાવાઓ કરતી હોય છે કે એક પણ સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર થતા નથી. પરંતુ વાસ્તવિકતા તદ્દન જુદી છે. લોકોને પોતાના સાચા કામો કરાવવા માટે પણ ‘પ્રસાદી’ ધરવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter