ક્ષત્રિયોએ દલિતને ઘરે મામેરું ભર્યુંઃ પાટીદારોએ જગ્યા આપી

Wednesday 22nd May 2019 06:40 EDT
 

હિંમતનગરઃ વગડી ગામમાં ૧૮મીએ રાત્રે દલિતનો નવરઘોડો પતી ગયા બાદ ક્ષત્રિય અગ્રણીએ મામેરું ભરાતા વર્તમાન સામાજિક વૈમાન્સ્યના વાતાવરણામં સૌહાદપૂર્ણ વ્યવહારથી સારો સંદેશ આપાવમાં આવ્યો હતો. હિંમતનગરના વગડી ગામના કનુભાઈ પરમાર કિલોમીટર સ્ટોન બનાવવાની ફેક્ટરી ધરાવતા પુંજેસિંહ વકતુંસિહ રાઠોડે ત્યાં વર્ષોથી નોકરી કરે છે. તેમના દીકરા જીગરનું રવિવારે લગ્ન હતાં. શનિવારે જિગરકુમારનો વરઘોડો નીકળ્યા બાદ રાત્રે પુંજેસિંહ રાઠોડે અન્ય ક્ષત્રિય અગ્રણીઓ સાથે કનુભાઈના ઘેર જઈ મામેરું ભર્યું હતું.
હિંમતનગર તાલુકાના બેરણામાં યોજાયેલ સાબરકાંઠા અરવવલ્લી જિલ્લા વાલ્મિકી સમાજના ૭મા સમૂહ લગ્નોત્સવમાં સામજિક સમરસતાનો અનુભવ કરાવતા પાટીદાર અગ્રણીઓએ ઉપસ્થિત રહેવા સહિત લગ્નસ્થળ માટે જગ્યાની પણ વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી હતી સાથે પટેલ સમાજના આગેવાનોએ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter