ખાણમાં નહાવા પડેલા પ્રૌઢ અને ત્રણ ભત્રીજાનાં ડૂબી જવાથી મોત

Wednesday 29th July 2020 07:26 EDT
 
 

ખંભાળિયાઃ નજીકના ધરમપુરમાં બંધ ખાણમાં ભરેલા પાણીમાં નાહવા ગયેલા ભાણજીભાઈ મનજીભાઈ નકુમ (ઉં. પપ) પ્રૌઢ અને તેમના ૩ ભત્રીજાઓ જયદીપ મુકેશભાઈ નકુમ (ઉ. ૧૯), ગિરીશ મુકેશભાઈ નકુમ (ઉ. ૧૬) તથા રાજ કિશોરભાઈ નકુમ (ઉ. ૧૫)ના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં.
ખંભાળિયા શહેરથી આશરે છ કિલોમીટર દૂર ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભાંભુડાની ધાર પાસે વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. આ વિશાળ ખાડામાં વરસાદને કારણે આશરે ૧૫થી ૨૦ ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. સવારે સાતેક વાગ્યે ભાણજીભાઈ અને તેમના ત્રણ ભત્રીજાઓ નાહવા પડયા હતા. કુટુંબીજનોએ જણાવ્યું કે, તરતા આવડતું ન હોવાથી આ ચારેય ડૂબી ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter