ગાંધીનગરઃ કોવિડ-૧૯ના થર્ડ વેવના અનુમાનો વચ્ચે ગુજરાત સરકારે પ્રાઈવેટ લેબોરેટરીમાં થતા RT-PCR, HRCT ટેસ્ટની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. ઘરે કે હોસ્પિટલમાંથી સેમ્પલ લઈને થતા ટેસ્ટના ચાર્જમાં પ્રાઈવેટ લેબ અત્યારે રૂ. ૯૦૦ જેટલો ઊંચો ચાર્જ વસૂલી રહી હતી જેમાં સરકારે રૂ. ૩૫૦નો ઘટાડો કરીને રૂ. ૫૫૦ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હાલમાં રૂ. ૩૦૦૦માં થતા HRCTમાં રૂ. ૫૦૦નો ઘટાડો કરીને રૂ. ૨૫૦૦નો ચાર્જ ફિક્સ થયો છે.