ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલો લગાવીને વીજળીનું ઉત્પાદન કરી પંપ વડે પાણી મેળવવાની સાથે વધારાની વીજળી વેચી આવક પણ થઈ શકે તેવી સૂર્યશક્તિ કિસાન યોજના (સ્કાય)ની જાહેરાત મુખ્ય પ્રધાને વિજય રૂપાણીએ ૨૩મીએ કરી હતી.
આ યોજનામાં ૩૩ જિલ્લાના ૧૩૭ ફીડરને પાયલોટ પ્રોજેક્ટમાં સમાવી લેવાયા છે. પાયલોટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. ૮૭૦ કરોડ છે. જેમાં ૧૨૪૦૦ ખેડૂતોને ૧.૪૨ લાખ હોર્સપાવરની ૧૭૫ મેગાવોટ સોલાર ઊર્જા પૂરી પડાશે. જ્યોતિગ્રામ બાદ આ સૌથી મોટી યોજના છે અને આ પ્રકારની યોજના અમલી બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

