ખોડલધામમાં રચાઈ સરદાર પટેલની મહાકાય રંગોળી

Thursday 10th November 2022 07:27 EST
 
 

સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ ખાતે ખોડલધામ મંદિર સંકુલમાં 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના 75 વર્ષના આયુષ્યની સ્મૃતિમાં સુરતના કલાર્પણ આર્ટ કલાસના કળાકારો દ્વારા એક રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરાઇ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રસ્થાપિત સરદાર વલ્લભભાઈની પ્રતિમાની આબેહૂબ આકૃતિ આ રંગોળી દ્વારા ઉપસાવાઇ છે. આ રંગોળીની લંબાઇ 75 ફૂટ અને પહોળાઈ 30 ફૂટ છે. આ વિશાળ રંગોળી તૈયાર કરવામાં 21 જેટલા આર્ટીસ્ટોએ યોગદાન આપ્યું છે. તેમની સતત 12 કલાકની મહેનત બાદ આ પોટ્રેટ રંગોળી તૈયાર થઇ છે. આ રંગોળી તૈયાર કરવા માટે 450 કિલોથી વધુ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અદભૂત અને વિશાળ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળીની કલાને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ બિરદાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter