ગાંધીજીના પ્રપૌત્રની બા-બાપુના ૧૯૦ અપ્રગટ પત્રોની આશ્રમને ભેટ

Monday 18th January 2021 10:12 EST
 
 

અમદાવાદઃ મહાત્મા ગાંધીજી- અને કસ્તુરબાના અપ્રગટ દુર્લભ પત્રો તાજેતરમાં સાબરમતી આશ્રમને ભેટ કરાયાં છે. ગાંધીજીના ચોથા પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ કુલ ૫૦૦ પત્રો આશ્રમને ભેટ સ્વરૂપે આપ્યાં છે. આ પત્રોમાંથી ગાંધીજીએ લખેલા ૧૯૦ અપગ્રટ પત્રો છે. આ પત્રોમાં ૧૯૨૪માં હિન્દુ - મુસલમાન એકતા માટે ગાંધીજીએ ૨૧ દિવસના ઉપવાસ કર્યાં હતાં જે દરમિયાન રોજેરોજ તેમણે દેવદાસને પત્રો લખ્યાં હતાં તે તમામ પત્રો સામેલ છે. આ સિવાય ગાંધીજી મહાદેવભાઈ દેસાઈ અને સરદાર પટેલ ૧૯૩૨માં યરવડા જેલમાં હતા એ સમયે લખેલા પત્રો તેમજ કસ્તુરબા ગાંધીએ તેમના હાથે લખેલા પત્રોનો સમાવેશ થાય છે.
આશ્રમ તરફથી મળેલી વિગતો પ્રમાણે, દેવદાસ ગાંધી એ પત્રો સાથે જરૂરી નોંધ લખીને તેમનું પ્રકાશન કરવા ઇચ્છતા હતા, પરંતુ તેમનું અકાળે અવસાન થતાં એ કામ આગળ વધી શક્યું નહીં. એ પત્રોને ગોપાલકૃષ્ણ ગાંધીએ યોગ્ય નોંધો અને ભૂમિકા સાથે સંકલિત કર્યાં છે. જે થોડા સમયમાં અંગ્રેજીમાં ‘ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ - (ઇન્ડિયા)’ દ્વારા અને ગુજરાતીમાં નવજીવન પ્રકાશન મંદિર દ્વારા પુસ્તક રૂપે પ્રકાશિત થશે. મૂળ પત્રો સાબરમતી આશ્રમ - સ્મારક ટ્રસ્ટને ભેટ આપ્યાં છે જ્યાં તે આર્કાઈવ્ઝમાં સચવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter