ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી ન લડે તો રાજ્યની તમામ ૨૬ બેઠકો પર માહોલ બનાવવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાના વ્યૂહ પર ભાજપની નેતાગીરીએ વિચારણા હાથ ધરી છે. અમિત શાહ હાલ રાજ્યસભાના સાંસદ છે. બીજી તરફ અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલના સ્થાને અન્ય ફિલ્મ એક્ટર મનોજ જોશી, દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલ, અસિત વોરા, ભૂષણ ભટ્ટના નામ ચર્ચાઈ રહ્યા છે. ગાંધીનગર બેઠક ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પરંપરાગત બેઠક રહી છે.
૧૯૮૯માં શંકરસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર તરીકે પ્રથમવાર આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ ૧૯૯૧માં અડવાણી, ૧૯૯૬માં હતા.

