ગાંધીનગર મનપાની ૧૮મી એપ્રિલે ચૂંટણીઃ પ્રજા મરો પણ અમારું મતનું તરભાણું ભરો

Saturday 27th March 2021 05:10 EDT
 
 

અમદાવાદઃ રાજકારણીઓ કેટલી હદે સંવેદનાવિહીન હોય તેનો આજે વધુ એક નમૂનો જોવા મળ્યો છે. એક તરફ કોરોનાએ વધુ એક વખત તાંડવ મચાવ્યું છે. ભારત સરકારે જે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૭૦ જિલ્લાની જાહેરાત કરી તેમાં ગાંધીનગર સમાવિષ્ટ છે છતાં છતાં પોતાના તરફી માહોલ હોવાથી ભાજપ સરકારના ઇશારે ચંટણી પંચે ગાંધીનગરમાં ૧૮મી એપ્રિલ ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.
જે અનુસાર, આગામી તા. ૧ એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાશે. ૩ એપ્રિલના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તા. ૧૮ એપ્રિલના રોજ મતદાન યોજાશે. તા. ર૦મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર કરાતાં સરકારના ઈરાદા સામે અનેક પ્રશ્નાર્થ ખડા થયા છે.
હાલમાં બેફામ બનેલા કોરોનાને કારણે દૈનિક કેસ ગણતરીના દિવસોમાં જ ગયા વર્ષ કરતા પણ ઊંચી નવી ટોચ બનાવે એવી શક્યતા છે ત્યારે લોકો પણ નવા નિયંત્રણોથી ત્રસ્ત છે. કોરોનાના કેસ વધી રહ્યા છે, તેનો ભય પણ છે અને લોકોના ધંધા રોજગારને પણ અસર થઇ છે. આવા સંજોગોમાં ચૂંટણી યોજાય તો કોરોનાનું સંક્રમણ વધે એવી સ્થિતિ છે છતાં પણ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.
લોકાર્પણ પણ ગોઠવી દેવાયા!
ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થવાની છે તેની ભનક આવી જતાં સરકારે આજે સવારે તાબડતોબ ગાંધીનગરના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ ગોઠવી દીધા હતાં. મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરને ૩૯પ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter