પક્ષાંતરધારાના ભંગનો સામનો કરી રહેલા પ્રવીણ પટેલે ૧૪મીએ ગાંધીનગરના મેયરપદેથી અને કોર્પોરેટર તરીકે પણ રાજીનામું આપી દીધું હતું. મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ચારણ ગઢવીને રાજીનામું આપ્યા પછી તેમણે કહ્યું હતું કે, રાજીનામા પાછળ રાજકીય દબાણ નથી. અંગત કારણોથી રાજીનામું આપ્યું છે.

