ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન બનાવવા ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય એક થયું છે. 'ગરૂડ' નામની સંસ્થા દ્વારા ગાંધીનગરના રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે. એટલું જ નહીં રેલવે ટ્રેક ઉપર ૧૦૫ મીટર પહોળું ફ્રેમ સ્ટ્રકચર બનાવીને તેના ઉપર સ્વિમિંગપુલ અને ૩૦૦ રૂમની ફાઇવસ્ટાર હોટલ પણ બનાવવામાં આવશે. રૂ. રપ૦ કરોડના આ પ્રોજેક્ટનું ૯મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન અને હોટલ મહાત્મા મંદિર, દાંડી કુટિર તથા વિધાનસભાની ઇમારતની સમાંતર જ રહેશે.

