ગિરીશ નામદારના હત્યારા પિતરાઈ ભાઈની ૨૨ વર્ષે નૈરોબીથી ધરપકડ

Friday 31st March 2017 04:54 EDT
 

અમદાવાદ: ખાડિયા સહિત અમદાવાદમાં વર્ષ ૧૯૯૦માં દબદબો ધરાવતા ગિરીશ ગાંધીની કૌટુંબિક ઝઘડામાં પરિવારના ૩ સભ્યોએ મળીને વર્ષ ૧૯૯૩માં હત્યા કરી હોવાના આરોપ કુટુંબીજનો લાગ્યા હતા. આ કેસમાં કથિત આરોપીઓ ઈસ્ટ આફ્રિકાના નૈરોબી નાસી ગયા હોવાની વાત ખૂલી છે. ૨૨ વર્ષ પછી કુમાર ઉર્ફે દુનિયા રશ્મીકાંત ગાંધીને ૨૨ વર્ષ બાદ અમદાવાદમાંથી ૩૦મી માર્ચે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિરીશભ અંબાલાલ ગાંધી ઉર્ફે ગિરીશ નામદારના ભત્રીજા મોન્ટુ અને પિતરાઈની દીકરી નમ્રતા વચ્ચે પ્રેમસંબંધ હતો. મોન્ટુ-નમ્રતા બંને કુટુંબી ભાઈ-બહેન હોવાથી કુટુંબના બીજા સભ્યો સંબંધનો વિરોધ કરી રહ્યાં હતાં. પરંતુ ગિરીશ નામદાર પ્રેમપ્રકરણને માન્યતા આપવાની તરફેણમાં હતા. જે મુદ્દે ૧૯૯૨માં ગિરીશ નામદાર ઉપર કાકાના દીકરા રાજેશ ગાંધીએ ખાડિયામાં ફાયરિંગ કર્યું હતું.

જોકે પારિવારિક ઝઘડો વધી જતા પિતરાઈભાઈનો દીકરો કુમાર ઉર્ફે દુનિયા તેમજ નમ્રતાનો ભાઈ સચિન ગાંધી તેમજ પિતરાઈ રાજેશ ગાંધીએ ૭ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ વટવા ગામથી ગામડી ચોરસ જતાં રોડ પરના ફાર્મ પર ગિરીશ નામદારની હત્યા કરી હતી. ગિરીશની હત્યાના કેસમાં પિતરાઈ ભાઈ બાદ રાજેશ ચંદુલાલ ગાંધી તેમજ સચીન મુકેશ ગાંધીની પોલીસે ધરપકડ કરી હતી. કેસમાં ધરપકડ બાદ તેમની સજા પણ ભોગવી લીધી હતી.

જોકે ગુનાનો આરોપી કુમાર ઉર્ફે દુનિયા ૧૯૯૫માં પેરોલ મેળવી સાઉથ આફ્રિકાના નૈરોબી ભાગી ગયો હતો. જોકે ૨૨ વર્ષ બાદ કુમાર અમદાવાદ આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter