ગીરના સિંહોને મધ્ય પ્રદેશ મોકલવા સુપ્રીમ કોર્ટમાં પીટિશનઃ કેન્દ્રને જવાબ આપવા આદેશ

Wednesday 05th February 2020 06:16 EST
 

અમદાવાદઃ ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં સ્થળાંતરિત કરવાની માગણી કરતી પીટિશનમાં ૨૮મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, પર્યાવરણ અને વન મંત્રાલય સહિતના પક્ષકારોને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. સિંહો લુપ્ત ન થાય તે માટે તેમને અન્ય કોઇ જગ્યાએ પણ વસાવવાની માગણી કરતી રજૂઆત એનજીઓ તરફથી કરવામાં આવી હતી. એનજીઓએ અરજી કરી હતી કે, વર્ષ ૧૯૮૯માં મધ્ય પ્રદેશના કુનો અભયારણ્યને સિંહોના વસવાટ માટે તૈયાર કરાયું હતું. તે સમયથી સિંહોને ત્યાં લઇ જવા અંગે વિચારણા ચાલે છે, પરંતુ હજી સુધી કોઇ ચોક્કસ નિર્ણય લેવાયો નથી.
એપ્રિલ-૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે ગીરમાંથી કેટલાક સિંહોને મધ્ય પ્રદેશમાં સ્થળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો. જેથી ગીરમાં કોઇ રોગચાળો કે મોટો દાવાનળ સર્જાય તો આ પ્રજાતિ લુપ્ત ન થયા. આ આદેશનો અમલ ન થતા સુપ્રીમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટિશન પણ કરાઈ હતી. જો કે આ પિટિશન કોર્ટે ફગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter