ગુજરાત કેડરના પ્રવીણ સિંહા CBIના ડિરેક્ટર

Monday 08th February 2021 13:57 EST
 

ગાંધીનગરઃ ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના આઇપીએસ અધિકારી પ્રવીણ સિંહાની સીબીઆઇના ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઇ છે. પ્રવીણ સિંહા ૨૦૧૮થી દિલ્હીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં અધિક સચિવ તરીકે ડેપ્યુટેશન પર છે. તેમની સીબીઆઇના ડિરેક્ટર ઋષિકુમાર શુકલાના સ્થાને નિમણૂક કરાઇ છે. પ્રવીણ સિંહાને ૨૦૧૫માં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલાયા હતા તે સમયે તેઓ ગાંધીનગર ખાતે આઇજીપી (પીએન્ડએમ) વિભાગમાં ફરજ બજાવતા હતા. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૧૭માં ગુજરાત કેડરના ૧૯૯૪ બેચના આઇપીએસ અધિકારી મનોજ શશિધરની સીબીઆઇના જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઇ હતી તેમજ ૨૦૦૪ બેચના આઇપીએસ ગગન દીપ ગંભીરની સીબીઆઇમાં બદલી કરાઇ હતી. જે આઇપીએસ અધિકારી હાલમાં બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter