ગુજરાત ગાંધીનું, મોદી કે અમિત શાહનું નહીંઃ ઓવૌસી

Tuesday 09th February 2021 14:08 EST
 

ભરૂચઃ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) અને અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહદુલ મુસલમિન (એઆઈએમઆઈએમ)ના જાડાણના લીધે ભરૂચના મનુબરમાં સાતમીએ જાહેરસભા હતી. ઓવૈસીએ આ પ્રથમ જાહેરસભામાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, આ ગાંધીનું ગુજરાત છે, નહીં કે મોદી કે અમિત શાહનું. ભાજપ – કોંગ્રેસ તો માતા-ભાણેજની પાર્ટી છે. ઓવૈસીએ જાહેર મંચ પરથી અહેમદ પટેલને યાદ કર્યાં હતાં. બીટીપીના છોટુ વસાવાએ કહ્યું કે, દેશમાં જે પ્રકારે રાજ ચાલે છે તે લોકો માટે નથી, પણ કોર્પોરેટ સેક્ટર માટે છે. ભારતની જમીનો વેચાઇ રહી છે. જેની સામે અવાજ ઉઠાવવો છે, તેમાં જનતાએ સહકાર આપવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter