ગુજરાત ચેમ્બરની ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય

Saturday 12th September 2020 14:07 EDT
 

અમદાવાદઃ ગુજરાત ચેમ્બરની છઠ્ઠી સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીના રવિવારે જાહેર થયેલા પરિણામોમાં પ્રગતિ પેનલનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે. તેની સામે સાત ઉમેદવારોની બનેલી આત્મનિર્ભર પેનલની કારમી હાર થઈ છે. સિનિયર વાઈસ પ્રેસિડન્ટશિપના ઉમેદવાર હેમંત શાહે ૧૩૭૮ મત મેળવીને તેમના હરીફ ઉમેદવાર જયેન્દ્ર તન્ના (૩૬૨ મત)ને પરાજય આપ્યો હતો. ચેમ્બરની ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલના તમામ સભ્યોનો પરાજય થતાં ચૂંટણી એક પક્ષે થઈ ગઈ હતી. જોકે આત્મનિર્ભર પેનલમાંથી વાઈસ પ્રેસિડન્ટશિપની ચૂંટણી માટે લડેલા ભાવેશ લાખાણીએ મોટાભાગના હોદ્દેદારોના વિરોધ વચ્ચે સામે પૂરે તરીને કે. આઈ. પટેલ સામે ૪૪૭ ઉત્તમ પરફોર્મન્સ આપ્યું હતું. બીજી તરફ કે. આઈ. પટેલે પણ અત્યંત સારો દેખાવ કરીને ૧૧૭૮ મત મેળવીને વિજય મેળવ્યો હતો. ગુજરાત ચેમ્બરના નવા પ્રમુખ નટુભાઈ પટેલે અને વિદાય લઈ રહેલા પ્રમુખ દુર્ગેશ બૂચે પ્રગતિ પેનલના તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને આત્મનિર્ભર પેનલના ઉમેદવારોનો પણ આભાર માન્યો હતો. આ વિજય બાદ પ્રગતિ પેનલના ઉમેદવારોએ ફટાકડા ફોડીને વિજયની ઉજવણી કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter