ગુજરાત તમામ જિલ્લામાં 5G નેટ ધરાવતું દેશનું પહેલું રાજય બન્યું

Wednesday 30th November 2022 04:00 EST
 
 

અમદાવાદ: રિલાયન્સ જિયોએ ગુજરાતમાં ટ્રુ 5G નેટવર્ક લૉન્ચ કર્યું છે. આ સાથે જ ‘ટ્રુ 5G ફોર ઑલ’ ઇનિશિયેટિવ હેઠળ ગુજરાત તમામ 33 જિલ્લામાં 5G ઇન્ટરનેટ નેટવર્ક ધરાવતું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. હવે ભારતનાં 46 શહેરમાં જિયોનું ટ્રુ 5G નેટવર્ક ઉપલબ્ધ છે. હવે અહીં તમામ 33 જિલ્લા મુખ્યમથકે ટ્રુ 5G સર્વિસ મળશે. 5G નેટવર્ક હેઠળ 4G કરતાં વીસથી ત્રીસ ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ મળશે.
કંપનીના મતે, ગુજરાતમાં આ શુભારંભ ‘એજ્યુકેશન ફોર ઑલ’ નામના એક મહત્ત્વના ટ્રુ 5G પાવર્ડ ઇનિશિએટિવ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો સાથે મળીને ગુજરાતની 100 સ્કૂલને ડિજિટાઇઝ કરશે. આ અભિયાન હેઠળ સ્કૂલોને જિયો ટ્રુ 5G કનેક્ટિવિટી, એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ, ટીચર એન્ડ સ્ટુડન્ટ કોલોબરેશન પ્લેટફોર્મ અને સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડશે. આ પદ્ધતિ હેઠળ દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણના માધ્યમથી સશક્તીકરણની ડિજિટલ જર્નીની સુવિધા અપાશે. નોંધનીય છે કે, રિલાયન્સ માટે ગુજરાત હંમેશા ખાસ રહ્યું છે કારણ કે આ કંપનીની જન્મભૂમિ ગુજરાત રહી છે. ગુજરાત પહેલાં પૂણે, દિલ્હી, એનસીઆર, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં જિયો ટ્રુ 5G સર્વિસ શરૂ કરાઈ હતી. આ રીતે કંપની દિલ્હી-એનસીઆરમાં ટ્રુ 5G આપનારી એકમાત્ર ટેલિકોમ ઓપરેટર પણ બની ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter