ગુજરાત બન્યું અગનગોળોઃ ગરમીથી બેનાં મોત

Wednesday 05th June 2019 07:10 EDT
 

અમદાવાદઃ દક્ષિણ ભારત અને ઉત્તર ભારત સહિત દેશના ૧૬થી વધુ રાજ્યોમાં ભીષણ ગરમીએ ત્રાસ વર્તાવ્યો છે. દેશના અનેક રાજ્યો અગનભઠ્ઠીમાં ફેરવાયા છે. ગરમીને કારણે તેલંગણામાં ૮૮, આંધ્રમાં ૬૭, કેરળમાં ૧૫, મહારાષ્ટ્રમાં ૭ અને ગુજરાતમાં બેનાં મોત થયા છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલા હાઈ પ્રેશરથી સમગ્ર ગુજરાત અગનભટ્ઠીમાં ફેરવાયું છે.
અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં સિઝનની હાઇએસ્ટ ગરમી ૪૫ ડિગ્રી નોંધાઈ છે. સુરેન્દ્રનગર ૪૫.૩ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. અમદાવાદમાં પારો ૪૪.૪ ડિગ્રીએ પહોંચી જતાં પરિસ્થિતિ વિષમ બની હતી. સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગો સૂમસામ બની ગયા હતા.
અમદાવાદમાં ચાર દિવસથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીથી ઉપર છે. અને હજુ પણ એક સપ્તાહ સુધી ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. અઠવાડિયા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં અસહ્ય ગરમીથી અરવલ્લીના મેઘરજમાં ૩૫ વર્ષીય યુવકનું અને વડગામના છાપીમાં પણ યુવકનું મોત નીપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter