અમદાવાદઃ બ્રિટિશના વડા પ્રધાન ભારતની બે દિવસીય મુલાકાત માટે 21મી એપ્રિલે અમદાવાદ આવશે. બોરિસ જ્હોન્સન ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન બનશે. આ પહેલાં પણ અમેરિકા, ચીન, મોઝામ્બિક, સર્બિયા, નેપાળ સહિત અન્ય દેશોના પણ વડાઓ ગુજરાત સહિત અમદાવાદની મુલાકાતે આવ્યા હતા.
મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દ જગન્નાથ પણ ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે છે. સોમવારે રાજકોટની મુલાકાત બાદ મંગળવારે તેઓ અમદાવાદ ફર્યા હતા. રાજકોટમાં શાનદાર સ્વાગત દ્વારા અમદાવાદમાં તેમનું એરપોર્ટથી રોડ-શો સ્વરૂપે ફરી એક વાર ભવ્ય આવકાર અપાશે.
૮ વર્ષમાં આ રાષ્ટ્રોના વડા ગુજરાત આવ્યા
વર્ષ - દેશ - રાષ્ટ્રોના વડા
2014 ચીન શી જિનપિંગ (રાષ્ટ્રપતિ)
2015 ગુયાના ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતાર (રાષ્ટ્રપતિ)
2015 ભૂતાન શેરિંગ બોતબગે (વડાપ્રધાન)
2015 મોઝામ્બિક ફિલિપ જેસિંટો ન્યૂશી(રાષ્ટ્રપતિ)
2016 નેપાળ કેપી શર્મા ઓલી (વડાપ્રધાન)
2017 પોર્ટુગલ એન્ટોનિયો કાસ્ટા (વડાપ્રધાન)
2017 સર્બિયા એલેકઝાન્ડર વુવિક (વડાપ્રધાન)
2017 નેપાળ વિદ્યા દેવી ભંડારી (વડાપ્રધાન)
2017 જાપાન શિંજો આબે (વડાપ્રધાન)
2018 ઇઝરાયેલ બેન્જામિન નેતાન્યાહુ (વડાપ્રધાન)
2018 કેનેડા જસ્ટીન ટ્રુડો (વડાપ્રધાન)
2018 સેશેલ્સ ડેની એન્ટોઇન રોલેન (રાષ્ટ્રપતિ)
2018 અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ (રાષ્ટ્રપતિ)
2022 મોરિશિયસ પ્રવિંદ જગન્નાથ


