ગુજરાત યુનિ. દ્વારા જાહેર BJMC સેમેસ્ટર-૨ના પરિણામમાં પ્રથમ દસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની (આઈજેસી)નાંઃ નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે

Wednesday 23rd September 2020 04:24 EDT
 

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭મી સપ્ટેમ્બરે જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ દસે-દસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં હોવાનું જાહેર થયું હતું. આઈજેસીનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં.
ઇન્સ્ટિટ્યૂટની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના વડા અને મેનેજિંગ ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ સી. પટેલે તમામ યશસ્વી વિદ્યાર્થીઓને અને અધ્યાપક ગણને આ માટે અભિનંદન આપ્યાં હતાં. ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડો. હરિ દેસાઈએ જણાવ્યું હતું કે, જર્નલિઝમ અને માસ કમ્યૂનિકેશનનાં અમારાં વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. અખબારો, ટીવી ચેનલો, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને એડ કંપનીઓ તેમજ સોશિયલ મીડિયા સહિતનાં મીડિયા ગૃહોના સૂત્રધારો અને નિષ્ણાતોના સહયોગથી અમારી સંસ્થા નોખી ભાત પાડવા કૃતસંકલ્પ છે. અમારી સંસ્થામાં દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશનાં વિદ્યાર્થીઓ ભણે છે. સંસ્થા અને વિદ્યાર્થીઓનાં વાલીઓ વચ્ચે સેતુ બંધાયેલો છે.

પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ

(૧) આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર (૮.૬૨)
(૨) ભીંડે વૈદેહી ચંદ્રકાંત (૮.૩૦)
(૩) કૃપલાની ખુશી નાનક (૮.૨૮)
(૪) ગાલા આશિષ જયેશ (૮.૨૧)
(૫) પંચોળી રુદ્રી પ્રેમલભાઈ (૮.૧૮)
(૬) દહાણુકર સિદ્ધિ સંજય (૮.૧૨)
(૭) શેખ કૈફ કૈસર હસીબ અહશાન (૮.૦૬)
(૮) પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ (૮.૦૫)
(૯) પટેલ આહના ઉન્મેશ (૮.૦૨)
(૧૦) લાલાની રોનક સદરુદ્દીન (૭.૯૦)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter