નવી દિલ્હીઃ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત કચ્છના રસ્તે પણ ઘૂસણખોરીના પ્રયાસો વર્ષ ૨૦૨૦માં કર્યાં હોવાનું બહાર આવ્યું છે. બીએસએફના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં પાકિસ્તાને રાજસ્થાન અને ગુજરાતની સરહદે નોંધપાત્ર ઘૂસણખોરીના પ્રયાસો કર્યાનું જણાયું હતું. જુલાઈ, ૨૦૨૦માં જ ગુજરાત-રાજસ્થાનની સરહદેથી ઘૂસણખોરીના ૧૨-૧૩ પ્રયાસો થયા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સના વાર્ષિક અહેવાલમાં દાવો થયો હતો કે, પાકિસ્તાને હવે ઘૂસણખોરી માટેના નવા રસ્તાઓ પણ અજમાવવાનું શરૂ કર્યું છે. એના ભાગરૂપે રાજસ્થાન અને ગુજરાતની સરહદે પણ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. બીએસએફના અહેવાલો પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૦થી નવેમ્બર સુધીમાં કુલ ૧૧ પ્રયાસો નિષ્ફળ બનાવાયા હતા.