ગાંધીનગરઃ વિધાનસભાના ૩૪ વર્ષ જૂના બિલ્ડીંગ વિઠ્ઠલભાઇ પટેલ ભવનનું એલિવેશન બદલીને રૂ. ૧૧૫ કરોડના ખર્ચે અદ્યતન સંકુલ તૈયાર કરવાની જાહેરાત ૨૩મી મેએ રાજ્ય સરકારે કરી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચિત પ્લાન તૈયાર કરી દેવાયો છે. ગૃહમાં હાલની સભ્યોની ૧૮૨ની બેઠક ક્ષમતામાં આગામી વર્ષોની જરૂરિયાતને ધ્યાને રાખીને વધારો કરાયો છે. રિનોવેશન બાદ ગૃહમાં ૨૧૦ સભ્યો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા રખાશે. ગૃહના ઇન્ટીરિયર, બેઠકો, માઇક વેગેરે ઉપકરણો પણ આધુનિક હશે.

