ગુજરાત વિધાનસભામાં વરવા દૃશ્યોઃ શાસક-વિપક્ષ વચ્ચે મારામારી

Friday 24th February 2017 04:01 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના વિધાનસભા ઈતિહાસમાં ક્યારેય પણ ન બની ોય તેવી શરમજનક ઘટના ૨૩ ફેબ્રુઆરી, ગુરુવારે બની છે. ખેડૂતોની આત્મહત્યાના સવાલ પર સભાગૃહમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ગાળાગાળી અને મારામારીના વરવા દૃશ્યો સર્જાયા હતા. ગૃહમાં થયેલા આ ધીંગાણામાં કોંગ્રેસના બે અને ભાજપના રાજ્યકક્ષાના પ્રધાન ડો. નિર્મલા વાધવાણીને ઇજા થઇ હતી. દેશના અન્ય રાજ્યોની વિધાનસભામાં ઝપાઝપીની ઘટનાઓ બની ચૂકી છે, પરંતુ ગુજરાતમાં આવી ઘટના પ્રથમ વખત બની છે.

ભાજપ સરકારે ખેડૂતની આત્મહત્યાના આંકડાઓ જાહેર કરવાને બદલે વર્ષ ૧૯૯૫માં માધવસિંહ સરકારે ખેડૂતો ઉપર વરસાવેલી ગોળીઓની ઘટનાનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઉશ્કેરી હતી. એટલું જ નહીં, ભાજપના બે-ત્રણ ધારાસભ્યોએ બિભત્સ ગાળોનો મારો શરૂ કરતા સીધા જવાબો ન મળવાથી પહેલાથી જ ઉશ્કેરાયેલા કોંગ્રેસ સભ્યો અને ભાજપના ધારાસભ્યો વચ્ચે સીધી મારામારીથી વિધાનસભા ગૃહ લજવાયું હતું. આમ ૧૩મી વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં સળંગ ત્રીજા દિવસે પણ પ્રશ્નકાળ ખોરાવાયો હતો.

અમરેલીથી ચૂંટાયેલા કોંગ્રેસના પરેશ ધાનાણીએ ખેડૂતોના આપઘાતના કિસ્સા વધી રહ્યા છે કે કેમ? તેવો સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં પ્રધાને ‘ના, જી’ જવાબ વાળતા ધાનાણીએ પોતાના જિલ્લામાં ૩૭૪ આપઘાતના કિસ્સા નોંધાયા હોવાનું જણાવીને આત્મહત્યા કરતા ખેડૂતોના કિસ્સામાં પોલીસ આઇપીસી-૧૭૪ હેઠળ કેમ નોંધ કરતી નથી? તેવો પૂરક પ્રશ્નો કર્યા હતા. આ તબક્કે કૃષિ પ્રધાન ચીમનલાલ સાપરિયાએ ૧૯૯૫માં મહેસાણામાં ખેડૂતો પર ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આથી, વિફરેલા પરેશ ધાનાણીએ ખેડૂતની સ્યુસાઈડ નોટ દર્શાવીને તેમની સામે ધસી ગયા હતા. બરાબર આ સમયે કોંગ્રેસના બળદેવ ઠાકોર પણ આવી ચઢીને કૃષિ પ્રધાનના હાથમાંથી સરકારી કાગળો છીનવી લેતા ચારેકોર ઉત્તેજના ફરી વળી હતી અને સાર્જન્ટ સાથે ઝપાઝપી થઈ હતી.

બીજી તરફ, ભાજપના કાન્તિ અમૃતિયા (મોરબી), પ્રફુલ્લ પાનસેરિયા (સુરત) સહિતના ધારાસભ્યોએ કોંગ્રેસના મહિલા સભ્યોની હાજરીમાં બિભત્સ ગાળો બોલતા ગૃહમાં ચારેય તરફથી તંગદિલી સર્જાઈ હતી. બન્ને પક્ષના સભ્યો વેલમાં એકબીજા સામે ઝપાઝપી અને ગાળાગાળી ઉપર ઉતારી પડતાં અધ્યક્ષ રમણલાલ વોરા ગૃહને સ્થગિત કરી દઇને પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા.

જોકે આ પછી તો સ્થિતિ થાળે પડવાને બદલે વધુ વણસી હતી અને સાર્જન્ટની પકડમાંથી છુટેલા કોંગ્રેસના સભ્ય ઠાકોરે વેલમાંથી જ દોડ મૂકી હતી. અધ્યક્ષનું સ્થાન ઓળંગીને છેક ભાજપના સિનિયરોની બેઠક તરફ ધસી ગયેલા બળદેવ ઠાકોરેએ સંસદીય રાજ્યપ્રધાન વલ્લભ કાકડિયાને હડફેટે લઇને પછાડી દીધા હતા. આ પછી ઠાકોરે સંસદીય સચિવ શામજી ચૌહાણને લાતો ફટકારતા ભાજપના જગદીશ પંચાલ (અમદાવાદ), ભૂષણ ભટ્ટ (અમદાવાદ) સહિતના સભ્યોએ વળતી મારામારી કરી હતી. જોકે, ક્ષણભરમાં પાછળ જ દોડી આવેલા સાર્જન્ટો બળદેવજી ઠાકોરને પકડીને ગૃહની બહાર લઈ ગયા હતા.

૨૩ ફેબ્રુઆરીએ સવારે નવ વાગ્યાના અરસામાં શરૂ થયેલું આ તોફાન લગભગ ૨૦ મીનિટ સુધી ચાલ્યું હતું. ગાળાગાળી અને મારામારીના ઘટનાક્રમ બાદ ૧૧ વાગ્યે ફરી વાર ગૃહની બેઠક મળી ત્યારે રાજ્યપ્રધાન ડો. નિર્મળા વાઘવાણી, કોંગ્રેસના બળદેવજી ઠાકોર અને ગૌતમ પરમાર પાટાપિંડી સાથે હાજર થયા હતા.

બે કોંગ્રેસી ધારાસભ્ય સસ્પેન્ડ

વિધાનસભાગૃહમાં ૨૩ ફેબ્રુઆરી, ગુરુવારે જે તોફાન મચ્યું એ પછી કોંગ્રેસના ધારાસભ્યો - પરેશ ધાનાણી અને બળદેવ ઠાકોરને સત્ર સમાપ્તિ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્પીકર રમણલાલ વોરાએ શાસક પક્ષના ધારાસભ્યોના બહુમતી મતના આધારે કોંગ્રેસના આ બંને ધારાસભ્યોને આખા સત્ર સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ સમયે કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહત્યાગ કરી એકતા દર્શાવી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, ગૃહમાં જે વરવા, અશોભનીય અને લાંછનરૂપ દૃશ્યો જોવા મળ્યા છે તે ખરેખર વખોડવાપાત્ર જ છે. આપણો લોકશાહીના મંદિર તરીકે આ ગૃહને ઓળખાવીએ છીએ પણ એ જ મંદિરની મૂર્તિ તોડવાની હરકત થઈ છે.

બે કોંગ્રેસી ધારાસભ્ય સસ્પેન્ડ

વિધાનસભાગૃહમાં ૨૩ ફેબ્રુઆરી, ગુરુવારે જે તોફાન મચ્યું એ પછી કોંગ્રેસના ધારાસભ્યો - પરેશ ધાનાણી અને બળદેવ ઠાકોરને સત્ર સમાપ્તિ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્પીકર રમણલાલ વોરાએ શાસક પક્ષના ધારાસભ્યોના બહુમતી મતના આધારે કોંગ્રેસના આ બંને ધારાસભ્યોને આખા સત્ર સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ સમયે કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની આગેવાની હેઠળ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહત્યાગ કરી એકતા દર્શાવી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, ગૃહમાં જે વરવા, અશોભનીય અને લાંછનરૂપ દૃશ્યો જોવા મળ્યા છે તે ખરેખર વખોડવાપાત્ર જ છે. આપણો લોકશાહીના મંદિર તરીકે આ ગૃહને ઓળખાવીએ છીએ પણ એ જ મંદિરની મૂર્તિ તોડવાની હરકત થઈ છે.

... તેથી હું ‘વેલ’માં આવેલોઃ ધાનાણી

અમરેલીના કોંગી ધારાસભ્ય પરેશ ધાનાણીએ પોતે શા માટે સૌથી પહેલાં કૃષિપ્રધાન ચીમનલાલ સાપરિયા તરફ ‘વેલ’ ક્રોસ કરીને ધસી ગયા હતા. આ અંગે ગૃહ બહાર સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું હતું કે, અમરેલી જિલ્લામાં સરેરાશ બે ખેડૂતોની અને ગુજરાતમાં સરેરાશ ૩૭૪ ખેડૂતોની આત્મહત્યા થાય છે. જોકે તેને કૌટુંબિક કે અન્ય કારણસર અપમૃત્યુમાં ખપાવવાનો સરકાર તરફથી પ્રયાસ થાય છે. કૃષિપ્રધાન ચીમનલાલ સાપરિયા ખેડૂતોની આત્મહત્યાના રાજ્યમાં વધી રહેલા બનાવો અંગે મારી વાત સ્વીકારવાને બદલે વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરતાં ૧૯૯૫ પહેલાં ખેડૂત આંદોલન વખતે તત્કાલીન કોંગી સરકારે કેવું પોલીસ ફાયરિંગ કર્યું હતું તેવી અવળી વાતો કરતા હતા. આથી મને મળેલો પોલીસ રેકર્ડ બતાવવા હું ચીમનલાલ સાપરિયા તરફ આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter