ગુજરાત (સંક્ષિપ્ત સમાચાર)

Wednesday 07th June 2017 08:08 EDT
 

• બિલ્કીસબાનુ કેસમાં ભગોરાને દોષિત ઠેરવવા પર સ્ટે નહીંઃ ગોધરાકાંડ દરમિયાન ૨૦૦૨માં બનેલા બિલ્કીસબાનું સામૂહિક બળાત્કારના કેસમાં સુપ્રીમ કોર્ટે ૩૦મી મેએ ગુજરાતના આઇપીએસ અધિકારી આર. એલ. ભગોરાને દોષિત ઠેરવવા પર મનાઈ હુકમ આપવા પર સ્ટે આપ્યો હતો. આ કેસની જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી થશે તેમાં ૧૫૦૦૦ના દંડ અંગેની સમીક્ષા કરાશે. હાલમાં ગુજરાતમાં સેવા બજાવતા ભગોરા સહિત ચાર પોલીસમેનને બોમ્બે હાઈ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.
• સાહિત્યકાર રઘુવીર ચૌધરીને NTR નેશનલ લિટરેચર એવોર્ડઃ ગુજરાતી સાહિત્યકાર રઘુવીર ચૌધરીને તેલંગણા સરકારે ૨૮મી મેના રોજ હૈદરાબાદમાં એનટીઆર નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર અને રાજનેતા એન. ટી. રામારાવની સ્મરણાંજલિ રૂપે દર વર્ષે વિવિધ ક્ષેત્રમાં પોતાનું જીવન સમર્પિત કરી દેનારા કલાકારો અને લેખકોને એનટીઆર નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
• BAPSના પૂ. આરુણી ભગતને ઉદયન રતન એવોર્ડ: ગોંડલના અક્ષર પુરુષોત્તમ મંદિરના સાધુ પૂ. આરુણી ભગતનું તાજેતરમાં ‘ASM Udyan Ratana Award’થી સન્માન કરાયું છે. મંદિરના કર્મઠ પાર્ષદ સાધુ ગોંડલની અક્ષર પુરુષોત્તમ મંદિરની ખેતીવાડી સંભાળે છે. ઓછું ભણેલા હોવા છતાં કૃષિક્ષેત્રની છેલ્લામાં છેલ્લી આધુનિક શોધથી વાકેફ રહીને તેની સઘળી જાણકારી મેળવી તેના પ્રયોગો ખેતીમાં કરતા રહે છે. તેમના સતત નવીન પ્રયોગોના કારણે પાક ઉતારમાં વિક્રમજનક પરિણામ હાંસલ કરી શકાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter