• જસ્ટિસ ભગવતી પ્રસાદનું અવસાનઃ ગુજરાત હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન અને ઝારખંડ હાઇ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભગવતી પ્રસાદનું હૃદય રોગના હુમલા બાદ અમદાવાદમાં ૬૮ વર્ષની વયે નિધન થયું છે. તેઓ મૂળ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રહેવાસી હતા. વર્ષ ૧૯૯૭થી તેઓ કાયદાના વ્યવસાય સાથે જોડાયા હતા અને ત્યારબાદથી અનેક મહત્ત્વના હોદ્દાઓ પર તેમણે સેવાઓ આપી હતી. સોમવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતાં. તેઓ ઝારખંડ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ પણ રહી ચૂક્યા હતા.
• શરદ યાદવના જદયુનું નિશાન ઓટોરિક્ષાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં જીત મેળવવા માટે જનતાદળ (યુ)ના બળવાખોર નેતા તથા રાજ્યસભા સાંસદ શરદ યાદવ ગુજરાતમાં ઓટો રિક્ષાના નિશાન સાથે ચૂંટણી લડશે. ચૂંટણીપંચે જેડીયુનું તીરનું નિશાન રદ કરતાં પક્ષે રિક્ષાનું નિશાન વિકલ્પ તરીકે આપ્યું છે. શરદ યાદવે કહ્યું કે, ચૂંટણીપંચ તીરના નિશાનને નહીં સ્વીકારે એ વાતનો તેને પહેલેથી જ અંદાજો હતો. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં લડત આપવા પક્ષ બનાવવાનું આયોજન કર્યું હતું. શરદ યાદવે પોતાના નવા પક્ષનું સત્તાવાર નામ જાહેર કર્યું નથી.

