ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે આર. સુભાષ રેડ્ડીની તાજેતરમાં નિમણૂક કરાઈ છે. રાજભવન ખાતે રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ચીફ જસ્ટિસ રેડ્ડીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા, રાજ્યકક્ષાના કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યો અને હાઈ કોર્ટના ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યાા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈ કોર્ટના અગાઉના કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલની કર્ણાટકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.


