અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલાણના પગલે રાષ્ટ્રપતિએ ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અલ્હાબાદ હાઈ કોર્ટના સિનિયર પોસ્ટ જસ્ટિસ વિક્રમનાથની નિમણૂક કરી છે. જેઓ આગામી દિવસમાં તેમનો ચાર્જ સંભાળશે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડીની નવેમ્બર-૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક થતાં આ જગ્યા ખાલી હતી. જેથી ગુજરાત હાઈ કોર્ટમાં એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત દવે ફરજ બજાવતાં હતાં.

