અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સોમવારે જસ્ટિસ વિનિત કોઠારીને ગુજરાત હાઈ કોર્ટના નવા જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથ સમારોહમાં ગુજરાત હાઈ કોર્ટની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, રાજ્યના કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને રાજ્ય કક્ષાના કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

