ગુજરાતના અધિકારીઓ માટે ૨૦૦ ઇલેક્ટ્રિક કાર ખરીદાશે

Thursday 16th August 2018 03:02 EDT
 

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકાર પોતાના અધિકારીઓ અને વિભાગો માટે ૨૦૦ જેટલી ઇલેક્ટ્રિક કાર ખરીદશે. નાગરિકોને પણ ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે સબસિડી સહિતના પ્રોત્સાહન આપવામાં આવશે. ઉર્જા પ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને આ મામલે ઉર્જા વિભાગ, વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી સમક્ષ આ અંગેની રજૂઆત સાથેનું પ્રેઝન્ટેશન કરાયા બાદ આખરી નિર્ણય લેવાશે.
કેન્દ્ર સરકારની એજન્સી ઇઇએસએલ દ્વારા ટેન્ડર મારફતે ટાટા અને મહિન્દ્રા કંપનીની ૧૦ હજાર કાર તૈયાર કરાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter