ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પ્રેમ યોજના જાહેર

Thursday 05th August 2021 06:11 EDT
 

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ગામડાના સર્વાંગી વિકાસ માટે ‘વતન પ્રેમ યોજના’ જાહેર કરેલ છે. આ વતન પ્રેમ યોજના હેઠળ દાતાઓ પોતાના વતનમાં કોઈપણ સુવિધા ઊભી કરવામાં કુલ ખર્ચના ૬૦ ટકા રકમ અનુદાન તરીકે આપશે તો ૪૦ ટકા રકમ સરકાર ચુકવશે. સરકારની આ વતન પ્રેમ યોજનાનો અમલ કરવાથી ગ્રામ્ય કક્ષાએ રાજ્ય કક્ષાએ જે વિકાસ કાર્ય થઈ રહ્યા છે તેમાં ૬૦ ટકા રકમ દાતાઓના અનુદાન મળવાથી ગામડાના લોકોને પણ શહેર જેવી જ સુવિધાઓ મળશે.
આ વેતન પ્રેમ યોજના હેઠળ શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન, આંગણવાડી - મધ્યાહન ભોજનનું રસોડુ - સ્ટોરરૂમ, પુસ્તકાલય, રમત ગમત માટે વ્યાયામ શાળાનું મકાન અને સાધનો, સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સ સિસ્ટમ, સ્મશાનગૃહ, વોટર રીસાયકલીંગની વ્યવસ્થા તથા ગટર, તળાવ બ્યુટીફીકેશન, એસ.ટી.સ્ટેન્ડ, રોલર એનર્જી સ્ટ્રીટલાઇટ અને પાણીના ટ્યુબવેલ-કુવાની-પાણીની ટાંકીની મોટર ચલાવવાનો સમાવેશ થાય છે.
ઉપરોકત કામોના નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ૬૦ ટકા કે તેથી વધુ રકમનું દાન આપીને કામ કરાવી શકશે દાતાના રકમની સામે ખૂટતી ૪૦ ટકા રકમનું રાજ્ય સરકાર અનુદાન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter