ગુજરાતના ચૂંટણી જંગમાં કુલ ૫૯ પક્ષો મેદાનમાં!

Saturday 20th April 2019 07:57 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ ૫૯ વિવિધ પક્ષોએ ઝંપલાવ્યું છે. રાષ્ટ્રીય અને રાજકીય પક્ષનો દરજ્જો ના મળ્યો હોય તેવા માન્યતા વગરના પક્ષોએ પણ વિવિધ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. સૌથી મહત્ત્વનું છે કે, ૨૬ બેઠકોમાં છેલ્લા ઘણા વર્ષોથી માત્ર કોંગ્રેસ અને ભાજપનો જ દબદબો રહ્યો છે. અગાઉની ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ સિવાયના પક્ષો આવ્યાં પરંતુ એટલી સફળતા મેળવી શક્યા નથી. છતાં કેટલીક બેઠકોમાં માન્યતા વગરના પક્ષોએ ઉમેદવારો ઊભા રાખ્યાં છે.
માન્યતા વગરના જે પક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યાં છે તેમાં હિંદુસ્તાન નિર્માણ દળે ૮ તો બહુજન મુક્તિ પાર્ટીના ૬ ઉમેદવાર છે. રાઈટ ટુ રિકોલ પાર્ટી તથા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ચાર-ચાર ઉમેદવારો છે.
આ સિવાય ગરવી ગુજરાત પાર્ટી, માનવ અધિકાર નેશનલ પાર્ટી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીએ ત્રણ-ત્રણ ઉમેદવારો ઉતાર્યા છે.
ગુજરાત જનતા પંચાયત પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટીએ બે-બે ઉમેદવારોને ઊભા રાખ્યાં છે. ભારતના બિઝનેસમેન માટેનો પક્ષ હોવાનો દાવો કરતી ઈન્ડિયન બિઝનેસ પાર્ટીએ ગાંધીનગર લોકસભા બેઠકમાં એક ઉમેદવારને ઉતાર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ રાજકીય પક્ષો કેન્દ્રીય ચૂંટણી પંચમાં નોંધાયેલા જરૂર છે પરંતુ આમાંથી કોઇને રાષ્ટ્રીય કે રાજકીય પક્ષનો દરજ્જો મળ્યો નથી. આથી આ પક્ષોએ પંચ દ્વારા ફાળવાતા ચિહનો પર ચૂંટણી લડવી પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter