ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ અને અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત પદ્મવિભૂષણ નરેશ ચંદ્રનું ૮૨ વર્ષની વયે ૧૦મી જુલાઈએ અવસાન થયું છે. ઉંમરને કારણે શરીરના તમામ અંગો કામ કરતા બંધ થઈ જતાં તેમણે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં હતાં. ત્રણ દિવસ સુધી વોમિટિંગ બાદ તાવ અને દુખાવો થતાં તેમને સાતમીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ પછી તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો.


